સુશાસન અને સર્વાંગી વિકાસ માટે સમર્પિત

અસલાલી ગ્રામ પંચાયતમાં આપનું સ્વાગત છે.

અસલાલી માત્ર એક ગામ નથી, એ તો સંસ્કૃતિ, સહકાર અને વિકાસની જીવંત ઓળખ છે. અહીંનો દરેક નાગરિક આપણા ગામને વધુ સારા ભવિષ્ય તરફ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. પંચાયતની યોજના અને પ્રયાસ એ દિશામાં એક નાનું પણ મજબૂત પગલું છે. આવો, મળીને બનાવીએ એક એવું ગામ – જ્યાં વિકાસ પણ હોય અને વતન પણ જીવે.

પંચાયત સભ્યો

અસલાલી ગ્રામ પંચાયતના સભ્યો ગામના સર્વાંગી વિકાસ માટે દૃઢ સંકલ્પિત છે. અહીં આપ અમારી ટીમના મહેનતી અને પ્રતિબદ્ધ સભ્યોની માહિતી જોઈ શકો છો.

નરેણદ્રભાઈ મણીભાઈ પટેલ

સરપંચ

બળદેવભાઈ વિષ્ણુભાઈ પરમાર

ઉપસરપંચ

ગીતાબેન ભરતભાઈ પટેલ

સદસ્ય

પૂનમબેન રીકીનભાઈ પટેલ

સદસ્ય

રમેશભાઈ ઠાકોરભાઈ સોલંકી

સદસ્ય

યોજનાઓ અને સહાય

અસલાલી ગ્રામ પંચાયત દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ગ્રામજનો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્ન થાય છે. પેન્શન, આવાસ, આરોગ્ય અને શિક્ષણ જેવી સહાય યોજનાઓ ગામના લોકો માટે ઉપલબ્ધ છે. નીચે કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ રજૂ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના

આ યોજના હેઠળ ગામના જરૂરિયાતમંદ પરિવારને પાકા રહેઠાણ માટે નવું ઘર બનાવવાની સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી દરેકને સન્માનપૂર્વકનું જીવન જીવવા ઘર મળતું રહે.

વૃદ્ધ પેન્શન યોજના

ગ્રામ પંચાયત દ્વારા વૃદ્ધ નાગરિકોને માસિક પેન્શન સહાય મળે તે માટે જરૂરી દસ્તાવેજ અને અરજી પ્રક્રિયામાં ગ્રામજનો ને સંપૂર્ણ માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવે છે.

જન ઔષધ કેન્દ્ર

ગામના લોકો સરળતાથી સસ્તી અને ગુણવત્તાવાળી દવાઓ મેળવી શકે તે માટે ગામમાં જન ઔષધ કેન્દ્ર ગ્રામજનો માટે કાર્યરત છે, જે સારવાર ખર્ચમાં બચત કરે છે.

ખેડૂત સહાય યોજના

ખેડૂતોને ખાતર, બીજ, આધુનિક ટેકનિક અને પાક વેચાણ જેવી જરૂરી સહાય મળી રહે તે માટે પંચાયત સતત આવી યોજના ગ્રામજનો સુધી પહોંચાડે છે.

વિદ્યાર્થી સહાય યોજના

ગામના બાળકોને શિક્ષણમાં સહાય મળે તે માટે વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ, ફી સહાય અને અન્ય શિક્ષણ સહાય ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવે છે.

મફત શૌચાલય યોજના

દરેક પરિવારે સ્વચ્છતા જાળવી શકે તે માટે ગામમાં મફત શૌચાલય સહાય યોજના ગ્રામજનો માટે ઉપલબ્ધ છે, જેથી દરેક ઘર માટે ટોયલેટની સુવિધા મળે.

થોડા મહત્વપૂર્ણ આંકડાઓ

કુલ વસ્તી
ઘરની સંખ્યા
+
વિકાસ કામ પૂર્ણ
+
યોજનાઓ ના લાભાર્થી
આપણા ગામની વિકાસ ઝલક

આ આંકડાઓ, જે અમારા સંકલ્પ અને સેવા ભાવના ની સાક્ષી છે.

અસલાલી ગ્રામ પંચાયત ગ્રામજનો ને સારું જીવન, સારી સુવિધાઓ અને સરકારની યોજનાઓનો લાભ આપવા માટે સતત પ્રયત્નશીલ છે. ગામની કુલ વસતીથી લઈને ઘર સંખ્યા અને અત્યાર સુધી પૂર્ણ થયેલા વિકાસ કામો આંકડા ગ્રામજનો ની પ્રગતિને સ્પષ્ટ રીતે દર્શાવે છે. વિવિધ યોજનાઓના લાભાર્થીઓ માટે મળતી સહાય પણ આપણું ગામ વધુ સુખાકારી તરફ લઇ જાય છે.

અમારો સંપર્ક કરો

તમારા સવાલો, સૂચનો કે જરૂરી માહિતી માટે અમારો સીધો સંપર્ક કરો. અમે ગ્રામ સેવા માટે હંમેશા તૈયાર છીએ.

Panchayat Office

અસલાલી ગ્રામ પંચાયત

અસલાલી ગ્રામ પંચાયત તમારા પ્રશ્નો, આવેદનો અને સૂચનો માટે હંમેશા ખુલ્લી છે. તમે નીચે આપેલ સંપર્ક માધ્યમો દ્વારા અમારું સંકલન કરી શકો છો. ગામના વિકાસ અને જનહિત માટે તમારા સહયોગ અને સહભાગિતાનું હંમેશા સ્વાગત છે.

અસલાલી ગ્રામ પંચાયત,
તાલુકો દત્રોઇ, જિલ્લો અમદાવાદ – 382427
ગુજરાત, ભારત
Phone:
+91 99999 99999
Email:
aslaligrampanchayat@gmail.com

સંપર્ક ફોર્મ

નીચે આપેલ ફોર્મ તમારો સંદેશો અમારે સુધી પહોંચાડો – અમે ઝડપથી જવાબ આપશું.

First Name
Last Name
Email
Message
ફોર્મ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યું છે!
ફોર્મ સબમિટ કરતી વખતે કૈક એરોર આવી છે. કૃપા કરીને બધા ફોર્મ ફીલ્ડ ફરીથી ચકાસો અને સબમિટ કરો.

Share

Scroll to Top